
જેમાંથી નીચેના 4 વિદ્યાર્થીઓએ અસામાન્ય સ્થિતિમાં પર મહેનત કરી ને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સારું એવું પરિણામ હાસલ કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
- જોષી કરન મુકેશભાઈ –
ગ્રેડ : A1, માર્ક્સ – 478/500, 298/300, PR : 99.99
Maths: 100/100, Chemistry : 100/100, Physics : 98/100

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.” ઉક્તિને સાર્થક કરતુ પરિણામ અને નામ એટલે પી.પી. સવાણી વિદ્યાભવન હીરાબાગ- વિજ્ઞાનપ્રવાહ નો વિદ્યાર્થી જોશી કરણ મુકેશભાઈ. ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી વખતે તેમની માતાનું કેન્સરના કારણે દુખદ અવસાન થયેલું તેમ છતાં નિરાશ કે હતાશ થયા વગર પોતાની નિરંતર મહેનતથી ધોરણ-૧૨ માં ઉતમોતમ પરિણામથી સુરતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
- લાડુમોર જલ્પા જગદીશભાઈ
ગ્રેડ : A1, PR : 99.87

કામરેજ વિસ્તારમાં પોતાના જ એપાર્ટમેન્ટ ની બહાર નાસ્તાની લારી ચલાવી ગુજરાન ચલાવતા લાડુમોર જગદીશભાઇની દિકરી જલ્પા એ જાહેર થયેલા ધોરણ-૧૨ સાયન્સ ના પરિણામ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી સાબિત કર્યું છે કે સખત મહેનત જ પારસમણી છે. પોતાના મસા માસી ને ઘરે રહી અને તેઓના મોરલ સપોર્ટથી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ તબ્બકે પી. પી. સવાણી શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.
- વાળા અજય વિનુભાઈ
ગ્રેડ : A1, PR : 99.74

“એક માતા સો શિક્ષક સમાન છે.” કહેવત ને સાચી પાડનાર એટલે પી.પી. સવાણી વિદ્યાભવન – હીરાબાગ માં ધોરણ- ૧૨ ની બોર્ડ ની પરીક્ષા માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વાળા અજય વિનુભાઈ. પિતાની ગેરહાજરીમાં, અજયે પોતાની માતાના પ્રેમ અને હૂફ મેળવી માતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું છે. તેમની આ સિદ્ધિ સમાજ માટે પ્રેરણાદાયી છે. આ તબ્બકે પી. પી. સવાણી શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.
પી.પી. સવાણી વિદ્યાભવન – હીરાબાગ માં ધોરણ- ૧૨ ની બોર્ડ ની પરીક્ષા માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વાણીયા સુહાની ના પિતા છૂટક મજુરી કામ કરે છે. ચાર દિકરીના પિતા જેમાંથી એક દિકરી મુકબધિર છે. તેઓનું એક જ સ્વપ્ન કે દિકરીઓ પગભર થવી જોઈએ તેથી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સખત મહેનતને મંત્ર બનાવી સુહાની એ પિતાના સ્વપ્ન ને સાકાર કરી બતાવ્યું છે. સુહાની અને તેનો પરિવાર સમાજ માટે એક પથદર્શક ઉદાહરણ છે. આ તબ્બકે પી. પી. સવાણી શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.