
નરેન્દ્ર મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરે છે. સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે 2010માં સંસદમાં કહ્યું હતું કે આ અંગે વિચારણા કરવામાં આવશે, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને માત્ર એક સર્વે કરવામાં આવ્યો હતો. આમ છતાં, જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉપયોગ INDI એલાયન્સના નેતાઓએ પોતાના ફાયદા માટે કર્યો છે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોએ જાતિઓની ગણતરી કરી છે, પરંતુ તે કેન્દ્રીય યાદીનો મામલો છે. ઘણા રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું છે, પરંતુ ઘણા પ્રાંતોમાં આ કામ અપ્રમાણિક રીતે કરવામાં આવ્યું છે