
શિક્ષિકા પાસે રહેલા બીજા મોબાઇલ નંબરથી બંનેની ભાળ મળી; 23 વર્ષીય શિક્ષિકા ફૂલ પ્લાનિંગ સાથે વિદ્યાર્થીને ભગાવી ગઈ હતી
રતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જવાની ચકચારી ઘટના સિટીમાં ચર્ચાસ્પદ બની છે. ત્યારે આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવી રહ્યા છે. શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાવી ગઈ હતી.
તના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતાં કરિયાણાના વેપારીનો 11 વર્ષીય પુત્રને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઇ હતી. સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેનાં ખભા પર એક બેગ પણ દેખાઈ આવ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઇરાદે પોલીસે ચાર ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી.
આ દરમિયાન શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોય તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલાં સરકારી બસ સ્ટેશનથી બસ મારફત ક્યાંક ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. આખી રાત સીસીટીવી ફંફોસ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતા નહિ દેખાતા પોલીસ ચકરાવે ચઢી હતી.
11 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી 23 વર્ષીય શિક્ષિકા પાસે ટ્યુશન જતો હતો. અગાઉ ત્યાં કુલ ત્રણ વિદ્યાર્થી ભણવા આવતા હતા, પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો. 11 વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ કમ ટ્યુશન શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે.