
ઝીંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીનહાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ : દિપક ઇજારદાર
શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ની ખાસ સાધારણ સભા રવિવારે ભીમપોર હનુમાન મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ ઝીંગા તળાવ દૂર કરીને સપાટ જમીન બનાવી ઇઝરાયેલ ની જેમ ગ્રીન ઝોન માં ખેતી કરવાની તૈયારી દર્શાવી હતી. ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને અપાવવાની ખાતરી દિપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી.
શ્રી ભીમપોર સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઈજારદાર ના વારસદાર તરીકે દિપક ધીરુભાઈ ઈજારદાર આજની ખાસ સાધારણ સભામાં હાજર રહી ભીમપોર ગામના સભ્યોને સંબોધન કર્યું હતું.
દિપક ઇજારદારે જણાવ્યું હતું કે 1964માં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હતી. જમીન વિહોના લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા 875 એકર ખારપાટની જમીન ફાળવી હતી. આ જમીન ઉપર દરિયા નું પાણી અને ખારપાટના લીધે ખેતી થઈ શકતી ન હતી.
મંડળીના આગેવાનોની વાતોમાં આવી ખેડૂતોએ ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેર ની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. સરકાર દ્વારા જમીન ફાળવણીનો મુખ્ય હેતુ હેતુ નો સિદ્ધ ન થતાં સરકાર રે જમીન પાછી સરકાર હસ્તક લઈ લીધી. ત્યારબાદ મંડળીના સભ્ય અને આગેવાનો દ્વારા જમીન મેળવવાની કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી.
દિપક ઇજારદાર ને જાણવા મળ્યું કે કેટલાક આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે મળીને આ જમીન મૂળ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મેળવી મોટો સોદો કરવા જઈ રહ્યા છે.
ગરીબ અને અભન ખેડૂતો ના ઝીંગા તળાવમાં વાયરસ આવવાથી તેઓ દેવાદાર બની ગયા અને સસ્તા ભાવે જમીન વેચવા તૈયાર થઈ ગયા.
દિપક ઇજારદાર દ્વારા ગામના ગરીબ અને અભણ ખેડૂતોના જન હિતમાં નિશુલ સહયોગ કરવા અને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી. 875 એકર જમીન 528 સભ્યોના પરિવારોને પરત અપાવવાની ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
આજની ખાસ સભામાં મોટાભાગના ખેડૂતોએ દિપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટ જમીન પર ઇઝરાયેલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી છે.
સરકાર દ્વારા જે હેતુ માટે ખેડૂતોને જમીન ફાળવી હતી તે હેતુ ફરીથી સિદ્ધ કરવામાં સફળ થશે તો સરકાર મૂળ ખેડૂતોને જમીન પાછી આપી દેશે તેવા ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર દ્વારા જન હિતમાં શરૂ કરાયેલ અભિયાનને આજે મોટું સમર્થન મળ્યું હતું.