
આતંકીઓના વિરોધમાં ભાગળ પર દેખાવો, પોલીસ સાથે ઘર્ષણ

કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા. તેમણે લખ્યું કે, ‘વિશ્વગુરુ નહીં ચાહીએ, દેશ કી ઈજ્જત વાપસ ચાહિયે’, જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ પણ પહોંચી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી હતી. આ સમયે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.