ગુજરાત- પહેલગામ હુમલામાં 3 મૃતકના અંતિમ સંસ્કાર

અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા, મૃતક શૈલેષના પુત્રએ ઘટનાનું શબ્દ: વર્ણન કર્યું; પાલીતાણા સ્વયંભુ બંધ

23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તે પહેલાં તેમની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખની ઘડીમાં પાટીલ-CMએ પણ પરિવારને સાંત્વના આપી હતી.

સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સી.આર.પાટીલ સમક્ષ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા

મૃતકની પત્નીએ વિલાપ કરતા કહ્યું કે

QuoteImage

મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોશો રાખીને ફરવા ગયા હતા એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજુ કોણ બોલશે.QuoteImage

આ પણ વાંચોઃ મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ નીચું મોઢું રાખી સાંભળતા રહ્યા

આ પણ વાંચોઃ ત્રણ ગુજરાતીઓના મોત મામલે ભાવનગર, સુરત અને અન્ય શહેરોમાં બુધવારે થયેલી ગતિવિધિની પળેપળની વિગત

આ પણ વાંચો:- JKના આતંકી હુમલામાં મૃત્યુ, જન્મદિવસે શૈલેષનો મૃતદેહ સુરત પહોંચ્યો

FOLLOW US
  • Related Posts

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *