“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.


આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે. ટેક્નોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે, ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે – અને “શસ્ત્ર” એ જ સંદેશ આપે છે.


ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી, શ્રેય મારડીયા અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ સુરતની મુલાકાત લેવાઈ હતી.. આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેક્નોલોજી અને સાયબર સિક્યુરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી.


શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં, પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે.
ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ, લેખન કર્યુ છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ, દિત જે પટેલ, અશોક પટેલ અને પિયુષ પટેલ. દિત જે પટેલનું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે. સારેગામા ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.
“શસ્ત્ર” એક થ્રિલર છે, એક ચેતવણી છે અને એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક આગળવાઢ છે. ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે.
તો તૈયાર રહો – કેમ કે “શસ્ત્ર” તમને હેક કરવા આવી રહી છે – ૧લી મે, ૨૦૨૫એ તમારી નજીકના સિનેમાઘરમાં!
ટ્રેલર લિંક : https://www.youtube.com/watch?v=C2aMLRioxE4

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *