

૧લી ‘CISF ક્રિકેટ પ્રીમિયર લીગ’માં સુરત શહેર પોલીસ ટીમ વિજેતા
વિવિધ ૧૨ ક્રિકેટ ટીમોએ લીધો હતો ભાગ: વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.૧૧ હજાર તેમજ રનરઅપ ટીમને રૂ.૫ હજારનો પુરસ્કાર એનાયત
એરપોર્ટ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે CISF યુનિટ ASG સુરત એરપોર્ટના નેજા હેઠળ CISF યુનિટ KGPP કવાસ અને CISF યુનિટ ONGC હજીરાના સહયોગથી તાઃ૩૦ માર્ચથી ૮ એપ્રિલ દરમિયાન કરણી માતા મંદિર ગ્રાઉન્ડ ખાતે CISF ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાઈ હતી. જેની ફાઈનલ મેચમાં સુરત શહેર પોલીસ ટીમ વિજેતા બની હતી. ગ્લોબલ હેન્ડલિંગ એજન્સી(સુરત એરપોર્ટ) ની ટીમ રનર અપ રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.૧૧ હજારનો પુરસ્કાર તેમજ રનરઅપ ટીમને રૂ.૫ હજારનો પુરસ્કાર ડીસીપી શ્રી રાજેશ પરમારના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
રમતની ભાવના દ્વારા મિત્રતા અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની CISF ટીમ, સ્થાનિક પોલીસ, કસ્ટમ્સ વિભાગ, એરલાઈન્સ, ઇમિગ્રેશન વિભાગ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ, કાર્ગો ઓપરેટરની ટીમો મળી ૧૨ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે SHIOK અને સિલ્વરબ્લ્યુના સીઈઓ શ્રી અલ્પેશ દોશી, NTPC સ્પોર્ટ્સ કાઉન્સિલના ચેરમેન જે.બી. પરમાર, એનટીપીસી કેજીપીપી સીઆઈએસએફ નાયબ કમાન્ડન્ટ શ્રી સુરેન્દ્ર સોનકરીયા, નાયબ કમાન્ડન્ટ (સુરત એરપોર્ટ) આશિષ રાવત, સુરત એરપોર્ટ ડાયરેક્ટર, CISF ના કર્મચારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા