સુરતમાં મોબાઈલના પ્રમોશન માટે વેપારી ભાન ભૂલ્યો, હાથીનો ઉપયોગ કરતા વનવિભાગે નોટિસ ફટકારી

સુરતમાં થોડા દિવસ પહેલાં એક મોબાઇલની દુકાનના માલિક દ્વારા કાર પર સ્ટંટ કરીને પ્રમોશન કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ ઘટનામાં હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં આ મોબાઈલના દુકાનદાર દ્વારા મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાઇરલ થતા આ મામલે વન વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે.

પોદ્દાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે. વરાછાની આ જાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે. પાંચ દિવસ પહેલાં કાર અને ખુલ્લી જીપમાં સ્ટંટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. મની હાઈટ્સ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ વીડિયો વાઇરલ થતા આ મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે.
#surat#suratnews#channeleyewitness#oppo#વાઇરલવીડિયો